મહુધા તાલુકાના શેરી ગામનો જવાન શહીદ.......

Uncategorized

notingGJCSJCNKCNKNCKNCKSNDJSGHDGYSSGDUHWKJDLKSMCM,SC21S121 SCKJSBCB

મહુધા તાલુકાના શેરી ગામનો જવાન શહીદ.......

By dealondesk 1 year ago Uncategorized



નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના શેરી ગામના જવાન આર્મીમાં ફરજ બજાવતા હતા. આ જવાન ગઈ કાલે શહીદ થયા છે. આ દુઃખદ ઘટનાને લઈ તેમના ગામમાં ભારે શોક છવાઈ ગયો છે. આવતીકાલે શહીદ જવાનના પાથવ દેહને વતનમાં આવી પહોંચશે.

મહુધા તાલુકાના શેરી ગામમાં રહેતા વિજયસિંહ સોઢાપરમાર આર્મીમાં ફરજ બજાવતા હતા. વિજયસિંહ પોતે ફરજ દરમ્યાન ગત ૨૭ મી ઓગસ્ટના રોજ ટપાલ લઈને ટ્રેનમાં જઇ રહયા હતા. ત્યારે ટ્રેનમાંથી આકસ્મિક રીતે પડી જતાં ગંભીર ઇજા થતાં તેઓ શહીદ થયા છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે અધિક કલેકટર બી.એસ.પટેલનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ મહુધા ના જવાન શહીદ થયા હોવાનું તેમજ આવતીકાલે જવાનના પાર્થીવદેહ શેરી ગામ ખાતે લવાશે ત્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

 શહીદ થનાર જવાન ૨૦૦૨માં આર્મીમાં જોડાયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી રાજસ્થાનના બિકાનેર ખાતે તેમનું પોસ્ટીંગ હતું. શહિદ થતાં તેમના પરિવારજનો સહિત ગામ અને પંથકમાં ગમગીની ફેલાઈ છે. ૮ ગાર્ડ રેજીમેન્ટ આર્મીમાં ૨૧ વર્ષ દેશની સેવા બજાવી હતી. આ દરમિયાન એમને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. જવાનના પાથવ દેહને આવતી કાલે ૩૧ ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે તેમના માદરે વતન શેરી ખાતે લઈને આવી પહોંચશે તેમ ખેડા જીલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા જાણવા મળ્યું છે.


Comments

There are no comments yet.
Authentication required

You must log in to post a comment.

Log in

Share